Heritage Heros Club
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી વિધિવત બેઠાં અને પ્રવચન આપ્યું હતું. કે “મુશ્કેલીઓ અને અનુભવ જ માણસને મનુષ્ય બનાવે છે. અને હાલના આગળ વધતાં જતા જમાનામાં એક દેશી રાજામાં જે ગુણો હોવા જોઈએ તેની ઉણપ હું આશા રાખું છું કે મારામાં સરકાર અને મારી પ્રજા નહિ જુએ. આ માટે અને મારા માટે અને રાજ્ય માટે કાળજી રાખનાર સરકારે એક એવો સજ્જનની પસંદગી કરી છે જેનું નામ છેલ્લા ૪૦ વરસથી આ રાજ્ય સાથે જોડાયેલ છે હું સર પ્રભાશંકર પટ્ટણી વિષે કહું છું.” “આજનો દિવસ મારી પ્રજા અને મિત્રો માટે આંનદનો છે. પણ મારા માટે તો નવી જંદગાનીમાં અને નવી જવાબદારીઓ દાખલ થવાનો દિવસ છે. આજે સત્તા હાથમાં લેવાની સાથે જવાબદારીઓ પણ હાથમાં લઉં છું. તે સાથે એમ પણ સમજુ છું કે રાજ્યનો સહીસલામત પાયો લોકોના સંતોષમાં નંખાઈ શકે અને એટલા માટે જે લોકો મારી સંભાળ નીચે છે તેની ઉન્નતીના સાધનો અને તેના સુખને વધારવું અને હું મારો ખાસ ધર્મ સમજીશ. એમની જરૂરિયાતો એ મારી ખાસ સંભાળની વસ્તુ થશે. તથા તેમનો સંતોષ અને સુખ એને હું મારી મહેનતનો બદલો સમજીશ” રાજ સત્તા ફક્ત એશ આરામ કે વૈભવશાળી જીવનનું પ્રતિક નથી બલકે રાજ સતા લોકોની સેવા માટે છે અને આમે...